Tuesday, June 24, 2025
More

    બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસ આપી શકે છે રાજીનામું!: અહેવાલમાં દાવો, સતત ચાલી રહ્યા છે સરકાર વિરોધી આંદોલનો

    બાંગ્લાદેશમાં (Bangladesh) વચગાળાની સરકારના (interim government) વડા મુહમ્મદ યુનુસે (Muhammad Yunus) પોતાની વિરુદ્ધ સતત થઈ રહેલા આંદોલનો વચ્ચે સમર્થન મેળવવા એક નવો દાવ ખેલ્યો છે. તેઓએ રાજીનામું (resign) આપવાની ધમકી આપી દીધી છે. ગુરુવારે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અને એક દિવસ પહેલા આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન દ્વારા આપવામાં આવેલી કડક ચેતવણી બાદ આ ધમકી આપવામાં આવી છે.

    આ દરમિયાન, સરકારી વિભાગોના સૂત્રો અને સોશિયલ મીડિયા પરની પોસ્ટ્સ અનુસાર, વિદ્યાર્થી નેતાઓ યુવાનો અને ઇસ્લામવાદીઓને ઢાકામાં વિરોધ પ્રદર્શન કરવા અને લશ્કરી છાવણી તરફ કૂચ કરવા માટે એકત્ર કરી રહ્યા છે. આ કૂચ જુમ્માની નમાજ પછી થવાની શક્યતા છે.

    યુનુસના રાજીનામાને ચૂંટણી કરાવવા માંગતા સેના પ્રમુખ વિરુદ્ધ આંદોલન શરૂ કરવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે જ્યારે પણ ચૂંટણીઓ યોજાશે, બાંગ્લાદેશના વચગાળાના વડા પ્રધાન તરીકે યુનુસનો કાર્યકાળ સમાપ્ત થઈ જશે. જેની ચિંતામાં યુનુસ આ પગલું લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.