Wednesday, March 5, 2025
More

    ‘શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલો’: યુનુસ સરકારે પૂર્વ વડાંપ્રધાનના પ્રત્યર્પણ માટે ભારતને લખ્યો પત્ર, કહ્યું- કરવાની છે કાનૂની કાર્યવાહી

    બાંગ્લાદેશની (Bangladesh) મોહમ્મદ યુનુસ સરકારે (Government) પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને (Sheikh Hasina) પરત બાંગ્લાદેશ મોકલવા માટેની માંગણી કરી છે. ‘ધ ડેલી સ્ટાર’ના રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશના વિદેશ સલાહકાર તૌહીદ હુસૈને આ મામલાની પુષ્ટિ કરી છે. બાંગ્લાદેશ સરકારે ભારતને (India) પત્ર લખીને શેખ હસીનાને પરત મોકલવા માટેનું કહ્યું છે.

    બાંગ્લાદેશના વિદેશ સલાહકારે કહ્યું છે કે, “અમે શેખ હસીનાના પ્રત્યર્પણ માટે ભારત સરકારને એક રાજકીય પત્ર મોકલ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશ સરકાર કાનૂની કાર્યવાહીનો સામનો કરવા માટે પૂર્વ વડાંપ્રધાનને પરત માંગે છે.” આ પહેલાં ગૃહ વિભાગના સલાહકાર જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું હતું કે, પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના પ્રત્યર્પણની પ્રક્રિયા ચાલી રહી છે.

    અહીં નોંધવા જેવું છે કે, શેખ હસીનાએ 5 ઑગસ્ટના રોજ બાંગ્લાદેશના વડાંપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને ભારતમાં આશરો લીધો હતો. તેઓ તે સમયથી ભારતમાં જ છે. શેખ હસીનાની ભારત વાપસી પર જહાંગીરે કહ્યું હતું કે, ભારત-બાંગ્લાદેશ વચ્ચે ગુનેગારોની અદલાબદલીની સંધિ કરવામાં આવી છે. આ સંધિ હેઠળ જ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.