બાંગ્લાદેશમાં (Bangladesh) હિંદુઓ પરના અત્યાચારમાં કોઈ અંત આવી રહ્યો નથી. તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર બાંગ્લાદેશમાં વિશ્વ હિંદુ પરિષદના (VHP) મહાસચિવ કપિલ કૃષ્ણ મંડલની 1 માર્ચની રાત્રે પોલીસે ધરપકડ (Arrested) કરી લીધી હતી. પોલીસે તેમની સામે ‘રાજદ્રોહ’ અને રાષ્ટ્ર વિરોધી કાવતરાના ગંભીર આરોપો લગાવ્યા હતા.
અહેવાલો અનુસાર, બાગેરહાટ જિલ્લાના ચિતલમારી ઉપજિલ્લામાં તેમની ધરપકડ થઈ હતી. કપિલ કૃષ્ણ મંડલ બાંગ્લાદેશ અશ્વિની સેવાશ્રમના પ્રમુખ પણ છે. પોલીસે તેમના ઘરે દરોડો પાડ્યો અને દાવો કર્યો કે તેમના મોબાઇલ ફોનમાં સ્થાનિક અને વિદેશી એજન્ટોની ‘શંકાસ્પદ બેઠકો’ના પુરાવા મળ્યા છે.
ચિતલમારી પોલીસ સ્ટેશનના ઓસી શહાદત હુસૈને જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમના મતે, કપિલ તેના 5-6 સાથીઓ સાથે મળીને બાંગ્લાદેશની સુરક્ષાને નબળી પાડવાનું કાવતરું ઘડી રહ્યા હતો.
પોલીસના જણાવ્યા અનુસાર 2009ના કડક આતંકવાદ વિરોધી કાયદા હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. 15 માર્ચે જ કપિલને કોર્ટમાં રજૂ કરીને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતાનોંધનીય છે કે ગત વર્ષે નવેમ્બરમાં પણ, ઇસ્કોનના ભૂતપૂર્વ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની રાજદ્રોહના ખોટા આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.