Sunday, March 16, 2025
More

    ચિન્મય કૃષ્ણદાસની જામીન અરજી ફગાવાઈ, ચટગાંવની કોર્ટના જજ સૈફુલ ઇસ્લામનો આદેશ: દેશદ્રોહના આરોપસર યુનુસ સરકારે હિંદુ સંતને કર્યા છે જેલબંધ

    બાંગ્લાદેશી (Bangladesh) કોર્ટે (Court) ગુરુવારે (2 જાન્યુઆરી) હિંદુ સંત (Hindu Monk) અને બાંગ્લાદેશ સમ્મિલિત સનાતન જાગરણ જોતના પ્રવક્તા ચિન્મય કૃષ્ણદાસની (Chinmoy Krishna Prabhu) જામીન અરજી ફગાવી (Bail application rejected) દીધી છે. નોંધવા જેવું છે કે, તેમના પર દેશદ્રોહના આરોપો લગાવીને તેમને જેલબંધ કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેઓ જેલમાં છે.

    ચટગાંવ મેટ્રોપોલિટન સેશન જજ મોહમ્મદ સૈફુલ ઇસ્લામે ભારે સુરક્ષા વચ્ચે માત્ર 30 મિનિટની સુનાવણી બાદ ISKCONના સંત ચિન્મય કૃષ્ણદાસને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. બાંગ્લાદેશી અખબાર ‘ધ ડેઇલી સ્ટાર’ અનુસાર, હિંદુ સંતની જામીન અરજી પર સુનાવણી માટે 11 વકીલોની ટીમે ભાગ લીધો હતો.

    આ સમગ્ર ઘટનાને લઈને ઇસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધા રમણ દાસે દુઃખ વ્યક્ત કર્યું છે. ANI સાથે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે, બાંગ્લાદેશી સરકાર હિંદુ સંતને ન્યાય આપવા માટે ઝડપી કાર્યવાહી કરે. જોકે, ડાયાબિટીસ અને શ્વાસ સંબંધિત બીમારીઓ હોવા છતાં બાંગ્લાદેશી કોર્ટે હિંદુ સંતને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે.