Monday, March 24, 2025
More

    ‘હવે બહુ થયું…. પછી કહેતા નહીં કે ચેતવણી નહોતી આપી…’: બાંગ્લાદેશમાં વધુ એક બળવાની ભીતિ!, આર્મી ચીફનું મોટું નિવેદન આવ્યું સામે

    બાંગ્લાદેશના આર્મી ચીફે (Bangladesh Army Chief) દેશના બધા રાજનેતાઓને ચેતવણી (Warning) આપી છે. આર્મી ચીફ વકાર-ઉઝ્ઝમાને (Waker-Uz-Zaman) નેતાઓને કહ્યું હતું કે તેમના એકબીજા સાથેના તણાવના કારણે દેશનું સાર્વભૌમત્વ જોખમમાં મુકાઈ શકે છે. તેમણે 25 ફેબ્રુઆરીએ આ ચેતવણી આપી હતી.

    તેઓ પિલખાના હત્યાકાંડની તિથિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જ્યાં તેમણે આ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “હું તમને ચેતવણી આપી રહ્યો છું. પછીથી ના કહેતા કે મેં તમને આગાહ નહોતા કર્યા.”

    તેમણે આગળ કહ્યું હતું કે, “જો તમે તમારા મતભેદો ભૂલીને સાથે મળીને કામ નહીં કરો અને એકબીજા પર દોષારોપણ કરશો, તો દેશની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ જોખમમાં મુકાશે.” ઉલ્લેખનીય છે કે વચગાળાની યુનુસ સરકારના સલાહકાર નાહિદ ઇસ્લામના રાજીનામા પછી તેમણે આવું નિવેદન આપ્યું હતું.

    તેમણે કહ્યું કે, “બધા નેતાઓ એકબીજા પર દોષારોપણ કરવામાં વ્યસ્ત છે, જે તોફાની તત્વોને વાતાવરણ બગાડવામાં મદદ કરી રહ્યું છે. આ પરિસ્થિતિમાં, તેઓ સરળતાથી બચી રહ્યા છે.” તેમણે કહ્યું કે જ્યાં સુધી દેશમાં ચૂંટાયેલી સરકાર સત્તામાં ન આવે ત્યાં સુધી સેના જ બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાનું ધ્યાન રાખશે.