Monday, March 17, 2025
More

    પંજાબમાં કંગનાની ‘Emergency’ પર મૂકો પ્રતિબંધ, શીખોને કરાયા છે બદનામ: SGPCની માંગ, આતંકવાદી ભિંડરાનવાલેને ગણાવ્યો ‘રાષ્ટ્રીય સંત’

    શીખ સંગઠને બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રનૌતની (Kangana Ranaut) ફિલ્મ ‘ઇમર્જન્સી’ (Emergency) પર વાંધો ઉઠાવ્યો છે, જે 17 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ (SGPC) ફિલ્મ પર પ્રતિબંધ (ban on the film) મૂકવાની માંગ કરી છે, અને કહ્યું છે કે તે શીખોનું અપમાન છે. SGPC પ્રમુખ હરજિંદર સિંહ ધામીએ આ માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પત્ર લખ્યો છે.

    તેમણે કહ્યું કે શીખોને રાજકીય રીતે બદનામ કરતી આ ફિલ્મને પંજાબમાં પ્રદર્શિત થવા દેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ફિલ્મમાં 1984માં સચખંડ શ્રી સુવર્ણ મંદિર (Golden Temple), શ્રી અકાલ તખ્ત સહિત અનેક સ્થળોએ થયેલા હુમલાઓને દબાવીને શીખો વિરુદ્ધ લોકોની લાગણીઓને ઉશ્કેરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ફિલ્મમાં ‘શીખ રાષ્ટ્રીય શહીદ સંત જરનૈલ સિંહ ખાલસા ભિંડરાનવાલે’નું પણ ચિત્રણ કરવામાં આવ્યું છે.