Monday, April 21, 2025
More

    બલોચ લિબરેશન આર્મીએ જારી કર્યો પાકિસ્તાની સેનાના કાફલા પર કરેલા હુમલાનો વિડીયો: 90 સૈનિકો માર્યા હોવાનો દાવો

    બલોચ લિબરેશન આર્મી (BLA) આ સમયે વિશ્વભરમાં એક ચર્ચાનો મુદ્દો બની છે. કારણ કે, પાકિસ્તાની ટ્રેન હાઈજેક કરીને તેણે વિશ્વભરમાં બલૂચિસ્તાનની સ્વતંત્રતાનો એક સ્પષ્ટ સંદેશો આપ્યો છે. ત્યારબાદ પણ બલોચ સંગઠન સતત પાકિસ્તાની સેનાને ટાર્ગેટ કરી રહ્યું છે. રવિવારે (16 માર્ચ) તેણે દાવો કર્યો કે, તેણે પાકિસ્તાની સેનાના ટ્રક પર હુમલો કરીને 90 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે.

    જ્યારે હવે બલોચ આર્મીએ વિડીયો પણ જારી કર્યો છે. 16 માર્ચના તે ફૂટેજ X પર એક પત્રકાર દ્વારા શેર કરવામાં આવ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તે વિડીયો બલોચ લિબરેશન આર્મી દ્વારા જારી કરવામાં આવ્યો છે. વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, બલૂચિસ્તાનના નૌશ્કી જિલ્લામાં એક બસ પર બૉમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો છે અને ધુમાડાના ગોટેગોટા ઊડી રહ્યા છે.

    વિડીયોના અંત ભાગમાં સળગેલી બસ અને અને હુમલા બાદની સ્થિતિ દર્શાવવામાં આવી છે. રોયટર્સ અનુસાર, હુમલાની જવાબદારી બલોચ લિબરેશન આર્મીએ લીધી છે અને દાવો કર્યો છે કે, તેણે 90 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે. જોકે, પાકિસ્તાની સેના અને પ્રશાસન સતત ઓછા આંકડા જણાવી રહ્યા છે,