Friday, December 6, 2024
More

    બલોચ લિબ્રેશન આર્મીએ 7 પાકિસ્તાની સૈનિકોને ફૂંકી માર્યા, 15 ઘાયલ: મુખ્ય આર્મી કેમ્પ પર કર્યો હતો હુમલો

    પાકિસ્તાનના (Pakistan) બલૂચિસ્તાનમાં (Balochistan) શનિવારે (16 નવેમ્બર) આર્મી કેમ્પ પર હુમલો (Attack On Army Camp) થયો હોવાનું સામે આવ્યું હતું. તે હુમલામાં લગભગ 7 પાકિસ્તાની સૈનિકો મરી ગયા હતા અને 15 જેટલા સૈનિકો ઘાયલ થઈ ગયા હતા. હવે આ હુમલાની જવાબદારી બલોચ લિબ્રેશન આર્મી (BLA)એ લીધી છે. બલોચ આર્મી બલૂચિસ્તાનને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરવા માટે પાકિસ્તાની સેના સામે સશસ્ત્ર ક્રાંતિ કરી રહી છે.

    માહિતી અનુસાર, ભારે માત્રામાં ગોળા-બારૂદ સાથે BALના વિદ્રોહીઓએ બલૂચિસ્તાનના કલાત સ્થિત શાહ મર્દન વિસ્તારમાં પાકિસ્તાની સેનાના મુખ્ય આર્મી કેમ્પ પર હુમલો કરી દીધો હતો. આ હુમલો પાકિસ્તાની સેનાને વળતાં જવાબ તરીકે આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

    છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાની સેના અને બલોચ લિબ્રેશન આર્મી વચ્ચે અથડામણ થઈ રહી છે. જેમાં પાકિસ્તાની સેનાએ BLAના અનેક સભ્યોની હત્યા કરી નાખી હતી. જેના જવાબમાં BLAએ પણ બલૂચિસ્તાનના અનેક વિસ્તારમાં બૉમ્બ બ્લાસ્ટ કર્યા હતા અને પાકિસ્તાની સેનાના અધિકારીઓને પણ ટાર્ગેટ કર્યા હતા.