Friday, June 20, 2025
More

    ‘અબ ગલતી નહીં કરેંગે સર’: UP પોલીસે એનકાઉન્ટર કર્યા બાદ બહરાઈચ હત્યાકાંડના આરોપીઓને ચાલવાનાં પણ ફાંફાં, સામે આવ્યો વિડીયો

    યુપી પોલીસે ગુરુવારે (17 ઑક્ટોબર) બહરાઈચના ગોપાલ મિશ્રા હત્યાકાંડમાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી. જેમાંથી બેને એનકાઉન્ટર બાદ પકડ્યા હતા. જેમનો હવે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. 

    આરોપીઓ સરફરાઝ અને તાલિબના એનકાઉન્ટરના તરત બાદ શૂટ કરવામાં આવેલા આ વિડીયોમાં બંને આરોપીઓ કણસતા જોવા મળે છે અને પોલીસને કહેતા સંભળાય છે કે તેમનાથી ભૂલ થઈ ગઈ, હવે આવું ક્યારેય નહીં કરે. 

    ગાડીમાં લઈ જતી વખતે પોલીસ જ્યારે તેને પૂછે છે કે તેણે ખોટું કામ કર્યું અને ઉપરથી પોલીસ પર હુમલો કર્યો, તેના જવાબમાં એક આરોપી કહે છે કે, તેઓ ગોળીબાર કરીને ભાગવા માંગતા હતા, પણ હવે ક્યારે ભૂલ નહીં કરે. 

    બંને આરોપીઓને પગમાં ગોળી વાગી હતી. જેમને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંને આરોપીઓ જે અબ્દુલ હમીદના ઘરે રામગોપાલ મિશ્રાની હત્યા કરવામાં આવી હતી, તેના પુત્રો છે. તેમનો બાપ પણ પકડાઈ ચૂક્યો છે.