પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું (Pervez Musharraf, Pakistan) નામ બાગપતમાંથી (Baghpat) ગાયબ થઈ ગયું છે. તાજેતરમાં, સરકારે મુશર્રફની 13 વીઘા જમીનની ઓનલાઈન હરાજી કરી છે. આ જમીન 1 કરોડ 38 લાખ 16 હજાર રૂપિયામાં ખરીદવામાં આવી છે.
જોકે વહીવટીતંત્રે તેની કિંમત ₹39 લાખ નક્કી કરી હતી, પરંતુ હરાજીમાં બોલી ત્રણ ગણી વધારે હતી. આ જમીન કોન્ટ્રાક્ટર પંકજ, ટ્રાન્સપોર્ટર અને પ્રોપર્ટી ડીલર મનોજ ગોયલ અને ગાઝિયાબાદ ફર્મ જેકે સ્ટીલ દ્વારા ખરીદવામાં આવી છે.
Baghpat Severs Pakistan Ties: Musharraf's name struck from records, 'Enemy Property' land auctioned#enemyproperty #india #pakistanhttps://t.co/Ai2WjGPZpP
— Dynamite News (@DynamiteNews_) June 3, 2025
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1947ના ભાગલા પહેલા, પરવેઝ મુશર્રફના માતાપિતાએ આ જમીન ખરીદી હતી. જેઓ બાગપતના કોટાના ગામના વતની હતા. પાકિસ્તાન ગયા પછી, આ જમીન તેમના પિતરાઈ ભાઈના નામે ટ્રાન્સફર થઈ ગઈ હતી, પરંતુ આ ખેતીની જમીન ‘દુશ્મન મિલકત’શત્રુ સંપતિ’ તરીકે નોંધાયેલી રહી હતી.
આ હરાજી પછી, પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું નામ હવે બાગપતની ધરતી પરથી ભૂંસાઈ ગયું છે. તેમનું નામ કાનૂની દસ્તાવેજોમાંથી પણ દૂર કરવામાં આવ્યું છે. વર્ષ 2024ની શરૂઆતમાં, પરવેઝના ભાઈની જમીન બે ખેડૂતોએ હરાજીમાં ₹1.40 કરોડમાં ખરીદી હતી.