Tuesday, March 25, 2025
More

    ‘જબ ઉન્હે રામ સે કામ નહીં તો રામ કે કામ સે ક્યા કામ’: બાગેશ્વર ધામ સરકાર, મહાકુંભમાં બિનહિંદુઓને નો એન્ટ્રીની માંગનું કર્યું સમર્થન

    બાગેશ્વર ધામ સરકાર મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ (Dhirendra Krishna Shashtri) અગત્યનું નિવેદન આપ્યું છે. તેમણે પ્રયાગરાજ મહાકુંભમાં (Mahakumbh) બિનહિંદુઓને પ્રવેશ ન આપવાની માંગનું સમર્થન કર્યું છે. 

    તેમણે કહ્યું કે, જો તેમને રામથી કોઈ કામ ન હોય તો રામના કામથી શું કામ હોય? એટલે બિનહિંદુઓનો મહાકુંભમાં પ્રવેશ વર્જિત કરી દેવો જોઈએ. 

    તેમણે વાતચીતમાં કહ્યું કે, “જેમને સનાતન સંસ્કૃતિનું જ્ઞાન હોય, હિંદુ ધર્મ વિશે જ્ઞાન હોય, દેવી-દેવતાઓ વિશે જાણતા હોય, પૂજા-પદ્ધતિ વિશે જાણકારી હોય, પૂજાની સામગ્રીનું કેટલું સન્માન કરાય તેની ખબર હોય તેમને જ આ કામ આપવામાં આવે એ જ ઉત્તમ છે. 

    તેમણે કહ્યું કે, ત્યાં ત્રિવેણી સંગમ છે, મહાકુંભ છે, સંતોના દર્શન છે, કથા છે. તેમને (બિનહિંદુઓને) હિંદુત્વ કે સનાતન સાથે કશું લાગતું-વળગતું નથી. રામ સાથે કશું લાગતું-વળગતું નથી. રામથી જ કોઈ કામ નથી તો રામના કામથી પણ શું કામ હોય શકે? 

    ઉલ્લેખનીય છે કે મહાકુંભ 2025 પ્રયાગરાજમાં યોજાશે, જે માટે ઉત્તર પ્રદેશ સરકારે તૈયારીઓ આરંભી દીધી છે.