Friday, March 14, 2025
More

    ‘અમારી વાત કહીને આમિર ખાને કમાયા ₹2000 કરોડ, પણ અમને મળ્યા માત્ર ₹1 કરોડ’: રેસલર બબીતા ફોગાટ

    બીજેપી નેતા અને પૂર્વ મહિલા રેસલર બબીતા ​​ફોગાટનું (Wrestler Babita Phogat) કહેવું છે કે તેના પરિવારને ફિલ્મ ‘દંગલ’ (Dangal) માટે માત્ર એક કરોડ રૂપિયા મળ્યા છે. આમિર ખાનની (Aamir Khan) આ ફિલ્મે લગભગ ₹2000 કરોડની કમાણી કરી હતી.

    ‘દંગલ’ હરિયાણાના મહાવીર ફોગટની વાર્તા પર આધારિત છે. તે બતાવે છે કે તેમણે કેવી રીતે તેમની પુત્રીઓ ગીતા અને બબીતાને કુસ્તીબાજ બનાવી, જેણે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતને સન્માન અપાવ્યું. 2016માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું હતું. આમિર ખાન આ ફિલ્મના સહ-નિર્માતા હતા અને મુખ્ય ભૂમિકા પણ ભજવી હતી.

    ન્યૂઝ 24 એ બબીતાને આ ફિલ્મ માટે તેના પરિવારને મળેલા પૈસા વિશે પ્રશ્ન પૂછ્યો હતો. જવાબમાં પૂર્વ મહિલા રેસલરે કહ્યું કે તેના પરિવારને લગભગ ₹1 કરોડ મળ્યા છે. આના કારણે નિરાશા વિશે પૂછવામાં આવતા બબીતાએ કહ્યું, “ના, પિતાએ એક વાત કહી હતી કે અમને લોકોના પ્રેમ અને સન્માનની જરૂર છે. આ બધું છોડી દો.”