Sunday, March 16, 2025
More

    માત્ર રિપોર્ટ નહીં એન્જીયોગ્રાફીની CD પણ કરાવવી પડશે જમા: ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આયુષ્માન યોજનાના નિયમોમાં ફેરફાર

    અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) આજકાલ અગમ્ય કારણોસર ચર્ચા છે. જેમાં ફ્રી મેડિકલ કેમ્પના ઓછાયામાં એક ગામથી ઘણા લોકોને હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા, જેમાંથી અમુકને જાણ કર્યા વગર તેમના ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા. જે બાદ 2ના મૃત્યુ થયા હતા. જે બાદ હવે સરકારે આયુષ્માન યોજનાના (Ayushman Yojana) અમુક નિયમોમાં ફેરફાર કર્યા છે.

    હમણાં સુધી આ યોજના હેઠળ હોસ્પિટલોએ એન્જીયોગ્રાફી (Angiography) કરી હોય તો માત્ર તેનો રિપોર્ટ જમા કરાવવાનો રહેતો હતો. પરંતુ હવે નિયમ બદલાયો છે અને એન્જીયોગ્રાફીના રિપોર્ટ સિવાય તેની CD પણ જમા કરાવવાની ફરજિયાત કરાઈ છે. જેની તપાસ થાય બાદ જ યોજના અંતર્ગતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    નોંધનીય છે કે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં 2 દર્દીઓના મોત બાદ હવે તપાસ એજન્સીઓ ખૂબ સાવચેતીપૂર્વક કામ કરી રહી છે. આ તપાસમાં FSLની મદદ પણ લેવામાં આવી રહી છે. આરોપીઓના નાર્કો ટેસ્ટ અકળાય તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે.