Thursday, March 20, 2025
More

    રામમંદિર બન્યા બાદ અયોધ્યામાં ઉજવાઈ રહી છે પહેલી દેવઉઠી એકાદશી: સરયૂ ઘાટ પર પવિત્ર સ્નાન કરવા પહોંચ્યા લાખો ભક્તો

    લગભગ 500 વર્ષોના સંઘર્ષ બાદ આખરે 2024માં અયોધ્યામાં રામમંદિર (Ayodhya Ram Mandir) બન્યું અને તેમાં પહેલી દિવાળી ઉજવાઈ, જે યાદગાર બની ગઈ હતી. હવે આજે એ જ અયોધ્યામાં ઉજવાઈ રહી છે દેવઉઠી એકાદશી (Dev Uthani Ekadashi).

    આ દિવસે અયોધ્યાની સરયૂ નદીમાં સ્નાનનો અનોખો મહિમા છે. રામમંદિરની સ્થાપના બાદ આ પહેલી દેવઉઠી એકાદશી હોવાથી લાખોની સંખ્યામાં ભક્તો આજે વહેલી સવારથી સરયૂ ઘાટ (Sarayu Ghat) પર પહોંચવા માંડ્યા છે. પ્રસાશને આ માટે યોગ્ય તૈયારીઓ પણ કરી રાખી છે.

    હિંદુ માન્યતાઓ અનુસાર દેવઉઠી એકાદશીના દિવસે જ ભગવાન વિષ્ણુ 4 મહિનાઓની નિંદ્રામાંથી ઉઠે છે. જેથી આ જ દિવસથી લગ્ન, મુંડન, સગાઈ જેવા માંગલિક કાર્યક્રમો કરવાની અનુમતિ મળે છે.

    આ દિવસે વિશેષરૂપે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરાય છે.