Monday, March 17, 2025
More

    અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં સંભળાશે અમદાવાદની ‘હનુમાન ઘંટી’: કાશી વિશ્વનાથમાં ‘નંદી ઘંટી’

    ફરી ગુજરાતથી અયોધ્યા રામ મંદિર માટે એક ભેટ જવાની છે. અમદાવાદના એક ગ્રુપ દ્વારા એક ખાસ ‘હનુમાન ઘંટી’ બનાવવામાં આવી છે જે હવેથી પ્રભુ શ્રી રામના મંદિરના ગર્ભગૃહમાં સાંભળવા મળશે.

    આગામી 5 નવેમ્બરના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલ્લાને આ હનુમાન ઘંટી અર્પણ કરવામાં આવશે. આ હનુમાન ઘંટીનું શકિતપીઠ અંબાજી ખાતે ૨૯ ઓક્ટોબરને મંગળવારના રોજ મંદિર વહીવટદાર કૌશિક મોદી અને અમદાવાદના જય ભોલે ગ્રુપના દીપેશ પટેલ દ્વારા વિધિવિધાન સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.

    આ ઉપરાંત તેઓ દ્વારા એક ખાસ ‘નંદી ઘંટી’ પણ બનાવવામાં આવી છે જે 8 નવેમ્બરના રોજ કાશી વિશ્વનાથ મંદિરમાં ભોળાનાથને અર્પણ કરાશે.