Thursday, March 20, 2025
More

    BJP- 45-55, AAP- 15-25: એક્સિસ માય ઇન્ડિયાનું અનુમાન, સામે આવ્યો વધુ એક એક્ઝિટ પોલ

    દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 5 ફેબ્રુઆરીએ મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ્સ આવવાના શરૂ થયા હતા અને મોટાભાગની એજન્સીઓ અનુમાન લગાવી રહી છે કે ભાજપ દાયકાઓ બાદ સત્તા પર પરત ફરશે અને AAP બહુમતીથી ઘણી દૂર રહેશે. હવે એક્ઝિટ પોલ્સ માટે જાણીતી એજન્સી ‘એક્સિસ માય ઇન્ડિયા’એ 24 કલાક પછી પોતાનાં અનુમાન જાહેર કર્યાં છે. 

    આ એજન્સી પણ કહી રહી છે કે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની પ્રબળ શક્યતાઓ છે. ભાજપનો વૉટશેર 48% જેટલો રહી શકે તેવું તેમનું અનુમાન છે. બેઠકોની વાત કરવામાં આવે તો 45થી 55 વચ્ચે ભાજપ મેળવી શકે તેવું AMIનું કહેવું છે. 

    આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો 15થી 25 બેઠકો મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે. વૉટશેર જોકે 42% જેટલો રહેશે તેવું અનુમાન છે. 

    કોંગ્રેસની સ્થિતિ અહીં પણ એવી જ છે જેવી અન્ય એજન્સીઓના પોલ્સમાં જોવા મળી હતી. પ્રબળ શક્યતાઓ છે કે ખાતું જ નહીં ખુલે અને ખુલે તો 1 બેઠક સુધી આગળ વધી શકશે. વૉટશેરમાં પણ બહુ ભલીવાર દેખાય રહ્યો નથી અને સાતેક ટકા વૉટ મળી શકે તેમ છે. 

    નોંધવું જોઈએ કે આ અનુમાનોના આધારે કાઢવામાં આવેલ તારણ છે. સાચું ચિત્ર 8 ફેબ્રુઆરીએ જ્યારે પરિણામો જાહેર થાય ત્યારે જ જાણવા મળશે.