Axiom-4 મિશનના ભાગ રૂપે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla) ગુરુવારે સાંજે 4:43 વાગ્યે ISS પર ડોક થયા પછી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પહોંચ્યા હતા. શુક્લા સહિત ચાર અવકાશયાત્રીઓ સાથે ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ, ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી પૃથ્વીથી 424 કિમી ઉપર 33 કલાકની લાંબી ઉડાન પછી ISS પર ડોક (docked) થયું. આ મિશન ભારતના ગ્રુપ કેપ્ટન દ્વારા પાયલોટ કરવામાં આવ્યું છે.
#BreakingNews | #Axiom4Mission successfully docks at the International Space Station. The Mission has been piloted by India's Group Captain #ShubhanshuShukla #Ax4 #ISS #IndiaInSpace #ShubhanshuShukla @SpaceX pic.twitter.com/g702O6B6Ox
— DD News (@DDNewslive) June 26, 2025
ડોકિંગ મિશનનું નેતૃત્વ જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના (JAXA) ક્રૂ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમની સાથે ISSમાંથી રોસકોસ્મોસ-રશિયન સ્પેસ એજન્સી ટીમ પણ હતી. કોમર્શિયલ સ્પેસ મિશન (Axiom-4) અને સોફ્ટ ડોકિંગ સાંજે 4:03 વાગ્યે ISSમાં થયું.
ડોકિંગ પ્રક્રિયા સાંજે 4:15 વાગ્યે હાર્ડ મોડ્યુલ સાથે પૂર્ણ થઈ. “ગ્રેસ ઇઝ હેપી ટુ ઓન હાર્મની,” ડોકિંગ પૂર્ણ થયા પછી નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી અને માનવ અવકાશ ઉડાન મિશનના ડિરેક્ટર પેગી વ્હિટસને જણાવ્યું હતું. ડોકિંગ સમયે ISS ઉત્તર એટલાન્ટિક પર ફરતું હતું.