Wednesday, June 18, 2025
More

    ‘રાજાએ તો મહેલમાં જ રહેવું પડે છે’: હાલમાં જ AAPમાં જોડાયેલા અવધ ઓઝાએ કેજરીવાલના ‘શીશમહેલ’ પર પીરસ્યું જ્ઞાન

    તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અવધ ઓઝાએ (Avadh Ojha) અરવિંદ કેજરીવાલના શીશમહેલને (Sheeshmahal)લઈને બહુ હાસ્યાસ્પદ વાત કહી છે. તેમણે કેજરીવાલને ‘રાજા’ સાથે સરખાવ્યા અને કહ્યું કે, રાજાએ તો મહેલમાં જ રહેવું પડે છે. 

    અવધ ઓઝાએ આ વાત એક ખાનગી યુટ્યુબ ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહી હતી. તાજેતરમાં જ ભાજપે એક વિડીયો જાહેર કર્યો હતો, જેમાં કેજરીવાલના શીશમહેલની ભવ્યતા દૃશ્યમાન થાય છે. ઓઝાને ઇન્ટરવ્યુ દરમિયાન રિપોર્ટરે આ વિશે પ્રશ્ન કર્યો હતો, જેમાં તેમણે આ બધું જ્ઞાન પીરસ્યું હતું. 

    તેઓ કહે છે, “મેં તો આવાસ જોયું નથી…..પરંતુ પ્રભુ રામ જંગલમાં રહ્યા અને તપસ્યા કરીને પરત ફર્યા…રાજાએ તો મહેલમાં જ રહેવું પડે છે. રાજાનું એક આવાસ હોય છે. હવે પ્રભુ રામે જંગલમાં મહેલ બનાવ્યો હોત તો બધાએ પૂછ્યું હોત કે આ કેવી તપસ્યા છે?”

    આગળ તેઓ કહે છે, “એક અધિકારિક પ્રોટોકોલ હોય છે, કે રાજાએ આમ રહેવું જોઈએ. મુખ્યમંત્રી માટે પણ પ્રોટોકોલ હોય છે. તો તેમાં બીજી કોઈ વાત નથી. હું જ્યાં સુધી અરવિંદ કેજરીવાલજીને ઓળખું છું કે તેઓ વ્યક્તિગત જીવનમાં જશે તો ઝૂંપડીમાં જ રહેશે. પરંતુ રાજા સાથે અમુક ચીજો જોડાયેલી હોય છે. હવે તમે એને મહેલ કહો, પેલેસ કહો એ એક અલગ બાબત છે.”