બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા કરી લીધા બાદ તેમની પત્ની અને સાસરિયાં વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવ્યા બાદ આરોપીઓ અલ્હાબાદ હાઈકોર્ટ પહોંચ્યા છે અને આગોતરા જામીનની માંગ કરી છે.
અતુલની પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારના સભ્યોએ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરીને આગોતરા જામીન માંગ્યા છે. અરજી 13 ડિસેમ્બરના રોજ દાખલ કરવામાં આવી છે, જે આગામી અઠવાડિયે સાંભળવામાં આવશે.
નોંધવું જોઈએ કે બેંગલુરુમાં નિકિતા અને અન્ય ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જે અતુલના ભાઈની ફરિયાદ પર નોંધાઈ છે.
FIR નોંધ્યા બાદ બેંગલુરુ પોલીસની એક ટીમ નિકિતાના ઘરે પણ પહોંચી હતી અને કોઈ ન મળતાં ત્રણ દિવસમાં પોલીસ મથકે હાજર થવા માટે જણાવતી એક નોટિસ ચોંટાડી દીધી હતી. આ બધાની વચ્ચે જ પરિવાર આગોતરા જામીનની માંગ સાથે કોર્ટમાં પહોંચી ગયો છે.