Wednesday, February 5, 2025
More

    આરોપી માતા નીકીતા સાથે જ રહેશે અતુલ સુભાષનો પુત્ર: સુપ્રીમ કોર્ટે દાદીને કસ્ટડી આપવાનો કર્યો ઇનકાર

    અતુલ સુભાષ સુસાઇડ કેસ (Atul Subhash Suicide case) બાદ મૃતકના માતાએ (Mother) સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી કરીને પોતાના પૌત્રની કસ્ટડીની (Custody of grandchild) માંગણી કરી હતી. અતુલના માતાએ કહ્યું હતું કે, તેના પૌત્રની કસ્ટડી તેમને સોંપવામાં આવે, કારણ કે અતુલની તે અંતિમ નિશાની છે. જોકે, સુપ્રીમ કોર્ટે પૌત્રની કસ્ટડી આપવાનો ઇનકાર કરી દીધો છે.

    સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મૃતક AI એન્જિનિયર અતુલ સુભાષનો પુત્ર હાલ તેની માતા પાસે જ રહેશે. સુપ્રીમ કોર્ટે બાળક સાથે વાત કર્યા બાદ તેના દાદીની અરજી ફગાવી દીધી છે અને બાળકની કસ્ટડી આરોપી માતા પાસે જ રાખવાના નિર્દેશ આપ્યા છે.

    નોંધવા જેવું છે કે, તાજેતરમાં અતુલ સુભાષે સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો અને તેના મોત માટે તેણે પોતાની પત્ની અને તેના પરિવારને જવાબદાર ઠેરવ્યો હતો. દેશભરમાં આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. જે બાદ અતુલની માતાએ તેના પૌત્રની કસ્ટડી મેળવવા માટેની માંગણી કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તે માંગણી ફગાવી દીધી છે.