દિલ્હીમાં શનિવારે (30 નવેમ્બર) એક વ્યક્તિ દ્વારા AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ પર પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ હવે ભાજપ-AAP એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. AAPએ દાવો કર્યો છે કે, આ હુમલો ભાજપના ઇશારે કરવામાં આવ્યો હતો. જ્યારે ભાજપ નેતાઓએ તેને કેજરીવાલનું નાટક ગણાવી દીધું છે.
આ સાથે જ અરવિંદ કેજરીવાલ પર પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કરનાર વ્યક્તિને AAP સમર્થકોએ ઘટનાસ્થળે જ માર માર્યો હતો. જે બાદ આરોપીને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધો હતો. તે વ્યક્તિ ઓળખ અશોક ઝા તરીકે થઈ છે, જે ખાનપુર ડેપોમઆ બસ માર્શલ તરીકે કામ કરે છે. આ ઘટના પાછળનો હેતુ જાણવા માટે હાલ પોલીસ તપાસ કરી રહી છે.