રાયબરેલીમાં એક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. લોકો પાયલોટે ચંપા દેવી મંદિર પાસે ટ્રેક પર મોટા પથ્થરો જોયા હતા અને ઇમરજન્સી બ્રેક લગાવી દીધી હતી. આ કારણે મોટી દુર્ઘટના થતી ટળી છે. રેલવે અધિકારીઓ અનુસાર, કેટલાક લોકોએ પુલ પર ગાર્ડ રેલ અને રનિંગ રેલ વચ્ચે પથ્થરો રાખી દીધા હતા.
રવિવારે (9 ફેબ્રુઆરી) સવારે જ્યારે યશવંતપુર એક્સપ્રેસ લખનૌ તરફ આવી રહી હતી તો લોકો પાયલોટે ટ્રેક પર રાખેલા પથ્થરોને જોઈ લીધા હતા. સંયોગથી ટ્રેન પહેલાંથી જ રેડ સિગ્નલના કારણે ધીમી હતી, જે બાદ પાયલોટે તરત જ ઇમરજન્સી બ્રેક મારી દીધી હતી.
ઘટનાની જાણ થયા બાદ તરત જ રેલવે અધિકારીઓએ પોલીસને આ ઘટના વિશેની જાણ કરી હતી. સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને તે જાણવાના પ્રયાસો થઈ રહ્યા છે કે, આ પથ્થરો કોણે અને શા માટે રાખ્યા હતા. હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.