Thursday, June 19, 2025
More

    પશ્ચિમ બંગાળમાં હિંદુ મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓએ શિવલિંગ કર્યું ખંડિત: પૂજાની સામગ્રીઓ પણ કરી વેરવિખેર- વિડીયો

    શુક્રવારે (23 મે, 2025) કેટલાક અજાણ્યા કટ્ટરપંથીઓએ પશ્ચિમ બંગાળમાં પરગણા જિલ્લાના હલિસહર શહેરમાં એક હિંદુ મંદિર પર હુમલો કર્યો અને ગર્ભગૃહમાં રાખેલા શિવલિંગને તોડવાનો પણ પ્રયાસ કર્યો. આ દરમિયાન કટ્ટરપંથીઓએ પૂજા માટે રાખવામાં આવેલી વસ્તુઓનો પણ નાશ કર્યો હોવાનું સામે આવ્યું છે.

    રિપોર્ટ અનુસાર, સ્થાનિક લોકોનું કહેવું છે કે, હુમલાખોરોએ ભારે વસ્તુ વડે શિવલિંગને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સંપૂર્ણપણે શિવલિંગને તોડી શક્યા નહીં. ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    નેતા અર્જુન સિંઘે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, “આ વિસ્તાર સીસીટીવી કેમેરાથી ઘેરાયેલો છે, પરંતુ હજુ સુધી કોઈ ગુનેગારની ધરપકડ કરવામાં આવી નથી. પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સરળતાથી સમજી શકાય છે.”