થોડા દિવસ પહેલા વડોદરામાં પોલીસની હાજરીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારને કુખ્યાત બાબર પઠાણ તથા તેના સાગરીતોએ મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજે નવાપુરાના મહેબૂબપૂરા ખાતે દબાણ હટાવવા ગયેલી ટીમ પર દબાણ કરનારાઓએ હુમલો આકર્યો હોવાની ઘટના સામે આવી છે.
છેલ્લા ચાર દિવસોથી વડોદરાના આ વિસ્તારોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા દબાણ હટાઓ કામગીરી ચાલી રહી છે. આજે ચોથા દિવસે જ્યારે આ ટીમ મહેબૂબપુરામાં પોતાની કામગીરી કરી રહી હતી ત્યારે તોફાની તત્વોને તેમના પર હુમલો કરી દીધો હતો. નોંધનીય છે કે આ હુમલો પણ પોલીસની હાજરીમાં થયો હતો.
નવાપુરાના મહેબૂબપુરામાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બબાલ થઇ.#News18Gujarati #GujaratiNews #BREAKINGNEWS #NewsUpdate pic.twitter.com/IH8gglKNY9
— News18Gujarati (@News18Guj) November 22, 2024
જે બાદ બે તોળા સામસામે આવી ગયા હતા. પોલીસની દરમિયાનગીરી બાદ મામલો થાળે પડ્યો હતો. પરંતુ જોવા જેવું એ છે કે હવે વડોદરામાં પોલીસતંત્ર કે કાયદાની કોઈને બીક રહી હોય એવું લાગી રહ્યું નથી.