ભાજપના (BJP)લઘુમતી નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ નાઝિયા ઈલાહી ખાન (Nazia Elahi Khan) પર હુમલો (Attack) થયો હોવાનું સામે આવી રહ્યું છે. તેમણે વિડીયો બનાવીને કહ્યું છે કે, તેઓ દિલ્હીથી પ્રયાગરાજ સંગમ પર મહાકુંભ અર્થે સ્નાન માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન મુસ્લિમ ટોળાંઓ તેમનો પીછો કરી રહ્યા હતા. ઈલાહીનો આરોપ છે કે, એટા પાસે મુસ્લિમોએ તેમની કાર સાથે અકસ્માત કર્યો છે અને તેઓ ગંભીર રીતે ઘાયલ છે.
તેમણે વિડીયોમાં એવું પણ કહ્યું છે કે, દિલ્હીથી સભા કર્યા બાદ તેઓ ગંગા સ્નાન માટે મહાકુંભ જઈ રહ્યા હતા. તે દરમિયાન એટાથી જ કેટલાક મુસ્લિમો તેનો પીછો કરી રહ્યા હતા. આ સાથે તેમણે કહ્યું કે, તેમની સાથે પ્રિયા ચતુર્વેદી અને એક 19 વર્ષીય યુવતી પણ હતી. તેમણે આરોપ લગાવ્યો કે, એટાથી પીછો કરતા મુસ્લિમોએ ખૂબ ખરાબ રીતે કારનું એક્સિડેન્ટ કર્યું છે.
On the way to kumbh I have been targeted by peaceful community 🙏
— Nazia Elahi Khan (सनातनी) (@ElahiNazia1) February 24, 2025
Help me @myogioffice pic.twitter.com/ZP1cBKWBCZ
તેમણે કહ્યું છે કે, મુસ્લિમ ટોળાંનો ટાર્ગેટ તેઓ હતા, પરંતુ સૌથી વધારે ઈજા પ્રિયા ચતુર્વેદીને થઈ છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, પ્રિયાની હાલત ખૂબ ગંભીર છે, તે બચી જાય તે માટે પ્રાર્થના કરજો. અંતે તેમણે હિંદુ સમાજને કહ્યું કે, “તમારા સાથની જરૂર છે, તમારા આશીર્વાદની જરૂર છે. નિશાનો હું હતી, પણ તેણે પોતાના પર લઈ લીધું બધુ. મારી મદદ કરો.”
નોંધવા જેવું છે કે, નાઝિયા ઈલાહી પોતાને ‘સનાતની’ ગણાવે છે અને હિંદુ ધર્મને લઈને અનેક પ્રવચનો પણ આપે છે. તેઓ સુપ્રીમ કોર્ટના વકીલ અને ભાજપ નેતા પણ છે. આ સાથે જ તેઓ પોતાને ગર્વથી સનાતની પણ કહેતા રહ્યા છે. જેના કારણે કટ્ટરપંથી મુસ્લિમો સતત તેમને નિશાનો બનાવવા માટેના પ્રયાસો કરતા રહ્યા છે.