મુઝફ્ફરનગરમાં એક મુસ્લિમ યુવતીને ઇસ્લામી ટોળાએ નિર્દયતાથી માર માર્યો હોવાના સમાચાર સામે આવી છે. મુસ્લિમ યુવતી સાથે હાજર રહેલા હિંદુ યુવકને પણ માર મારવામાં આવ્યો છે. બંને એક મીઠાઈની દુકાન પાસે હાજર હતા. આ સમય દરમિયાન ભીડે યુવતી સાથે ગેરવર્તન કર્યું અને તેના વાળ ખેંચી નાખ્યા હતા.
આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં કેટલાક લોકો યુવતીને ઘેરી રહ્યા છે અને તેને માર મારી રહ્યા છે તથા તેના વાળ ખેંચી રહ્યા છે. ભીડમાંથી કેટલાક લોકો ‘મારો, મારો’ની બૂમો પાડી રહ્યા છે. યુવતીએ બુરખો પહેર્યો હોવાનું સામે આવ્યું છે. આ વિડીયો વાયરલ થયા બાદ લોકોએ આ મામલે પોલીસ કાર્યવાહીની માંગ કરી હતી.
सम्बन्धित प्रकरण में थाना खालापार पुलिस द्वारा सुसंगत धाराओं में अभियोग पंजीकृत किया गया है तथा अभियुक्तों की शीघ्र गिरफ्तारी सुनिश्चित की जाएगी। स्थानीय पुलिस द्वारा अग्रिम विधिक कार्यवाही की जा रही है।
— MUZAFFARNAGAR POLICE (@muzafarnagarpol) April 12, 2025
મુઝફ્ફરનગર પોલીસે આ સંદર્ભમાં X પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, “સંબંધિત કેસમાં ખાલાપાર પોલીસ સ્ટેશન દ્વારા સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની ધરપકડ ટૂંક સમયમાં સુનિશ્ચિત કરવામાં આવશે. સ્થાનિક પોલીસ દ્વારા આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.”