Sunday, March 23, 2025
More

    દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન, 8મીએ પરિણામ: ચૂંટણી પંચે જાહેર કરી તારીખો, એક જ તબક્કામાં થશે તમામ મતદાન

    દિલ્હી વિધાનસભા ચૂંટણીને (Delhi Assembly Elections) લઈને હવે તારીખોની જાહેરાત (Announcement of dates) કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી એક જ તબક્કામાં પૂર્ણ થશે. ચૂંટણી પંચે (Election Commission) જાહેરાત કરી છે કે, 5 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાની તમામ 70 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજવામાં આવશે અને એક જ તબક્કામાં તમામ મતદાન કરવામાં આવશે. આ ઉપરાંત 8 ફેબ્રુઆરી, 2025ના રોજ ચૂંટણીનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે.

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું છે કે, દેશની રાજધાનીમાં 1.5 કરોડ મતદારો માટે 33 હજાર બુથ બનાવવામાં આવ્યા છે. જેમાં 83.49 લાખ પુરુષ અને 79 લાખ મહિલા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 2 લાખ મતદારો નવા છે. 830 મતદારો 100 વર્ષથી વધુની ઉંમરના હોવાનું સામે આવ્યું છે.

    આ પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિના આરોપો પર 30 મિનિટ સુધી તથ્યો સાથે સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં મતદારો વધારવાના અને ચોક્કસ વર્ગને નિશાન બનાવવાના આરોપો ખોટા છે. ચૂંટણી પ્રક્રિયા પૂરી થવામાં સમય લાગે છે. આ બધુ એક નિશ્ચિત પ્રોટોકોલ હેઠળ થાય છે.