Monday, March 17, 2025
More

    આસામ પોલીસે 16 ગેરકાયદેસર ઘુસણખોરો ઝડપાયા: કાર્યવાહી બાદ બાંગ્લાદેશ પરત મોકલ્યા

    આસામ પોલીસે (Assam police) ફરી એકવાર ભારતીય વિસ્તારમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી (Bangladeshi Infiltration) પર કડક કાર્યવાહી કરી છે. તેઓએ 16 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અટકાવ્યા અને તેમને બાંગ્લાદેશ પાછા મોકલી દીધા છે.

    આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma) સોશિયલ મીડિયા પર આ ઘટનાની પુષ્ટિ કરી છે. આરોપીઓમાં સાત પુરૂષ, ચાર મહિલાઓ અને પાંચ કિશોરોનો સમાવેશ થાય છે.

    નોંધનીય છે કે તેમની શંકાસ્પદ હિલચાલ અંગે ચિંતા વ્યક્ત થતાં પોલીસે જોરદાંગા ગામમાં તેમની અટકાયત કરી હતી. તેઓ બેંગલુરુથી ટ્રેન દ્વારા ગુવાહાટી ગયા હતા અને દક્ષિણ સલમારા-માનકાચર જિલ્લામાં તેમને ટ્રેક કરાયા હતા. પોલીસને ઘૂસણખોરો સ્થાનિક રહેવાસીની માલિકીના મકાનમાંથી મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તેઓ બાંગ્લાદેશી હોવાનું બહાર આવ્યું છે.

    ગેરકાયદેસર ઘુસણખોરોની ઓળખ ઝાકિર Sk, જમાલ Sk, બ્યુટી બેગમ, મુન્ની બેગમ, નુસરત જહાં, મો. મેહદી હસન, રૂમાના અખ્તર, મોહમ્મદ રિઝવાન હવાલદાર, રૂસ્તમ Sk, રૂબેલ કુરેશી, ચાંદ મિયા અને 5 બાળકો તરીકે કરવામાં આવી હતી. તમામ પ્રોટોકોલનું પાલન કરીને તેઓને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા હતા.