Sunday, February 2, 2025
More

    આસામમાં 170 વીઘામાં ફેલાયેલી કરોડોની અફીણની ખેતીનો સરકારે કર્યો નાશ: CM સરમાએ કહ્યું- ડ્રગ્સ વિશે વિચારતા પહેલાં પોલીસને યાદ કરજો

    આસામમાં ડ્રગ્સની વધતી જતી સમસ્યાને લઈને આસામ સરકાર હવે સખત કાર્યવાહી હાથ ધરી રહી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આજે ​​(2જી ફેબ્રુઆરી) X પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં આસામ પોલીસ 170 વીઘા અફીણની ખેતીનો નાશ કરી રહી છે, જેની કિંમત ખુલ્લા બજારમાં ₹27 કરોડથી વધુ છે.

    રાજ્યના ડ્રગ્સ તસ્કરો પર કટાક્ષ કરતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વિડીયોની સાથે કેપશનમાં લખ્યું છે કે, “પ્રિય સ્થાનીય પાબ્લો એસ્કોબાર, આપની ‘ઉડતા આસામ’ પાર્ટીને ખરાબ કરવા બદલ ક્ષમા કરજો. કારણ કે, જાન્યુઆરીમાં ગ્વાલપાડા પોલીસે ચાર વિસ્તારમાં ₹27.20 કરોડની 170 વીઘા અફીણની ખેતીનો નાશ કર્યો છે.” તેમણે વધુમાં કહ્યું કે, “ડ્રગ્સ વિશે વિચારતા પહેલાં આસામ પોલીસ વિશે વિચારજો.”