Monday, March 17, 2025
More

    ‘દિલ્હીના અનુભવનો ઉપયોગ પંજાબમાં કરીશું’: AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલની પાર્ટીના ધારાસભ્યો સાથે મીટીંગ બાદ CM ભગવંત માનનું નિવેદન

    દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં (Delhi Assembly Elections) AAPને મળેલી કારમી હારની અસર પંજાબમાં (Punjab) પણ જોવા મળી રહી છે. આ દરમિયાન, AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પંજાબના પાર્ટી ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત દિલ્હીમાં પંજાબના મુખ્યમંત્રીના કપૂરથલા હાઉસમાં અડધો કલાક ચાલી હતી.

    બેઠકમાં અરવિંદ કેજરીવાલે દિલ્હી ચૂંટણી અંગે કહ્યું હતું કે, “અમે દિલ્હીમાં મજબૂતીથી લડ્યા છીએ. ભલે કોઈ પૈસા, અપ્રમાણિકતા અને ગુંડાગીરીથી કોઈ પણ જીતી જાય તો પોતાને નબળા ન સમજવા જોઈએ. આપણે આગામી ચૂંટણી વધુ મજબૂતીથી લડીશું.”

    આ મામલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, “અરવિંદ કેજરીવાલે દિલ્હી ચૂંટણીમાં ધારાસભ્યોની મહેનત બદલ આભાર માન્યો… પંજાબ સરકાર લોકોના કલ્યાણ માટે કામ કરી રહી છે. આજે પણ દિલ્હીના લોકો કહે છે કે તેમણે છેલ્લા 75 વર્ષમાં એવું કામ જોયું નથી જેટલું AAPએ છેલ્લા 10 વર્ષમાં કર્યું છે.”

    તેમણે આગળ કહ્યું કે, “અમે દિલ્હીના અનુભવનો ઉપયોગ પંજાબમાં કરીશું. અમે સાથે મળીને કામ કરીશું. અમારી પાર્ટી તેના કામ માટે જાણીતી છે. આજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આગામી બે વર્ષમાં, અમે પંજાબને એક એવું મોડેલ બનાવીશું જે આખો દેશ જોશે. પંજાબ હંમેશા બધી લડાઈઓમાં મોખરે રહ્યું છે.”