Wednesday, March 26, 2025
More

    ‘અરવિંદ કેજરીવાલ ભગવાન છે… ભગવાન કૃષ્ણનો અવતાર છે…’: UPSC ટીચરમાંથી AAP નેતા બન્યા બાદ અવધ ઓઝા

    UPSC કોચમાંથી આમ આદમી પાર્ટીના (AAP) નેતા બનેલા અવધ ઓઝા (Awadh Ojha) અવારનવાર વિવાદોમાં ઘેરાતા રહ્યા છે. હાલમાં તેઓએ અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) ‘ભગવાન’ અને ‘ભગવાન કૃષ્ણના અવતાર’ તરીકે ઓળખાવીને નવો વિવાદ જન્માવ્યો છે.

    ન્યૂઝ એજન્સી IANS સાથે વાત કરતા તેમણે દાવો કર્યો, “અરવિંદ કેજરીવાલ ચોક્કસપણે ભગવાન છે. મેં તેમને પહેલેથી જ કહ્યું છે કે તે ભગવાન કૃષ્ણના અવતાર છે”

    “જ્યારે કોઈ વ્યક્તિ સમાજમાં પરિવર્તન લાવવા માંગે છે અથવા ગરીબોનો મસીહા બનવા માંગે છે, ત્યારે સમાજના કંસ તેની પાછળ પડે છે. બાકી, ભગવાન કૃષ્ણનો જન્મ જેલમાં કેમ થયો હશે? દેવકી અને બાસુદેવે શું ખોટું કર્યું?” અવધ ઓઝએ આગળ કહ્યું હતું.

    “સમાજના કંસ એવું નથી ઈચ્છતા કે કોઈ ગરીબ કે નિર્બળ લોકો માટે કામ કરે. દિલ્હીની દુર્દશા એક ઉદાહરણ છે.” તેમણે દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય રાજધાનીમાં AAP સત્તામાં છે તે સગવડતાથી ભૂલી ગયા હતા.

    અવધ ઓઝાએ અગાઉ 9/11ને ઓસામા બિન લાદેનની મોટી સિદ્ધિ હોવાનો દાવો કરીને વિવાદનો સામનો કરવો પડ્યો હતો.