દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો સ્પષ્ટ થયા બાદ આમ આદમી પાર્ટીના કન્વીનર અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરાજય સ્વીકાર્યો છે. તેમણે એક વિડીયો બાઈટથી કાર્યકર્તાઓને સંદેશ આપ્યો.
કેજરીવાલે કહ્યું કે, “આજે દિલ્હીની ચૂંટણીનાં પરિણામો આવ્યાં છે. જનતાનો જે નિર્ણય છે, તેને અમે વિનમ્રતાથી સ્વીકારીએ છીએ. જનતાનો નિર્ણય સર આંખો ઉપર. હું ભારતીય જનતા પાર્ટીને આ જીત બદલ અભિનંદન પાઠવું છું. અપેક્ષા છે કે જે આશા સાથે દિલ્હીની જનતાએ તેમને મત આપ્યો હતો તેની ઉપર તેઓ ખરા ઊતરશે.”
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 8, 2025
કાર્યકર્તાઓને સંબોધતાં કહ્યું કે, “છેલ્લાં 10 વર્ષમાં લોકોએ જે અમને તક આપી, તેમાં અમે શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી અને વીજળી વગેરે ક્ષેત્રોમાં ઘણાં કામો કર્યાં અને લોકોના જીવનમાં રાહત પહોંચાડવાના પ્રયાસ કર્યા. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ સુધારવાના પ્રયાસ કર્યા. હવે જનતાએ જે નિર્ણય આપ્યો છે….અમે ન માત્ર એક જવાબદાર વિપક્ષની ભૂમિકા ભજવીશું, પરંતુ સમાજસેવા ચાલુ રાખીશું અને લોકોના સુખદુઃખમાં કામ આવતા રહીશું.”
આગળ કહ્યું, “હું AAPના તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું. તેઓ શાનદાર ચૂંટણી લડ્યા અને ઘણી મહેનત કરી.