Monday, March 17, 2025
More

    પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે ધરપકડ વૉરન્ટ, પ્રોવિડન્ટ ફંડમાં લાખોના ફ્રોડનો આરોપ

    પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા (Robin Uthappa) સામે ધરપકડ વૉરન્ટ જાહેર કરવામાં આવ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તેમને ₹24 લાખ ચૂકવવા માટે 27 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે, અન્યથા ધરપકડની કાર્યવાહીનો સામનો કરવો પડશે. 

    આ કેસ EPF ફ્રોડને લગતો છે. તેઓ બેંગ્લોરની એક કંપનીના ડાયરેક્ટર છે. રિજનલ PF કમિશનર સદાક્ષરી ગોપાલ રેડ્ડીએ અરેસ્ટ વૉરન્ટમાં જણાવ્યું છે કે, કંપની લગભગ ₹23,36,602ના નુકસાનની ભરપાઈ કરવામાં નિષ્ફળ રહી છે, જે ક્રિકેટર પાસેથી વસૂલવામાં આવશે.

    ઉથપ્પા પર આરોપ છે કે તેમણે કર્મચારીઓના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ કાપી તો લીધું હતું, પણ પછીથી ક્યારેય કર્મચારીઓનાં ખાતાંમાં જમા જ કરવામાં ન આવ્યું. હવે બાકી રકમ ન ચૂકવવાના કારણે ઑફિસ કામદારોનાં ફંડ અકાઉન્ટની પતાવટ કરી શકે એમ નથી. 

    જોકે, અહેવાલો જણાવી રહ્યા છે કે રોબિન ઉથપ્પા અને પરિવાર હાલ ભારતમાં રહેતા નથી અને દુબઈ સ્થાયી થયા છે.