Tuesday, March 25, 2025
More

    ‘ભારતીય સેનાને રાજકારણમાં ન ઢસડો’: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીની ફટકાર

    તાજેતરમાં જ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) લોકસભામાં નિવેદન આપતા કારણ વગર આર્મી ચીફનો (Army Chief) હવાલો આપીને જુઠ્ઠાણું ચલાવ્યું હતું. તેમણે એવું કહ્યું હતું કે, ‘સેના પ્રમુખ પહેલાં જ કહી ચૂક્યા છે કે, લદાખ સેક્ટરમાં ચીની ઘૂસણખોરી થઈ છે.’ જોકે, આ નિવેદન બાદ સંરક્ષણ મંત્રીએ ફેકટચેક કરી નાખ્યું હતું અને કહ્યું હતું કે, આવું આર્મી ચીફ ક્યારેય બોલ્યા જ નહોતા.

    તે જ મામલે વારંવાર આર્મી ચીફનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીને સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ ફટકાર લગાવી છે. ANI પર સ્મિતા પ્રકાશના પૉડકાસ્ટમાં સેના પ્રમુખે કહ્યું છે કે, “સેનાને રાજકારણમાં ન ઢસડવી જોઈએ.” આ સાથે જ તેમણે ચીન મામલે તાજેતરની સ્થિતિ વિશે પણ માહિતી આપી હતી.

    ચીનના સવાલ પર સેના પ્રમુખે કહ્યું છે કે, “અમે એકબીજા સાથે વાત કરવાને પ્રોત્સાહન આપ્યું છે. જેથી તમામ સમસ્યાઓનું સમાધાન થઈ શકે. મેં LACના તમામ કોર કમાન્ડર લેવલને શક્તિ આપી છે કે, તેઓ સુનિશ્ચિત કરે કે, જે મુદ્દો તેમના સ્તરે સુધરતો હોય, તે સુધારવાના પ્રયાસો કરે.”