Wednesday, March 5, 2025
More

    26 વર્ષ બાદ બિહારને મળશે મુસ્લિમ રાજ્યપાલ: આરિફ મોહમ્મદ ખાન આજે લેશે શપથ

    બિહારના નવા રાજ્યપાલ (Bihar new Governor) આરિફ મોહમ્મદ ખાન (Arif Mohammad Khan) સોમવારના (30 ડિસેમ્બર 2024) રોજ પટના પહોંચ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા આરીફ મોહમ્મદ ખાનને બિહારના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને ગુરુવાર, 2 જાન્યુઆરી 2025ના રોજ હોદ્દા અને ગુપ્તતાના શપથ (oath of office and secrecy) લેવડાવવામાં આવશે. પટના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તેમને 2 જાન્યુઆરીએ શપથ લેવડાવશે.

    આ પહેલા તેઓ પટનામાં પૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની સમાધિ પર તેમણે શ્રદ્ધાંજલિ આપવા પહોચ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે આ પહેલા મોહમ્મદ આરીફ મોહમ્મદ ખાન કેરળના રાજ્યપાલ (kerala Governer) હતા. 24 ડિસેમ્બર 2024ના રોજ, કેન્દ્ર સરકારે બિહાર સહિત ઘણા રાજ્યોના રાજ્યપાલોને બદલ્યા હતા. કેરળના રાજ્યપાલની જવાબદારી સંભાળી રહેલા આરિફ મોહમ્મદ ખાનને બિહારના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા, જ્યારે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.