Saturday, April 19, 2025
More

    ‘દિલીપ કુમારને AR રહેમાન બનાવવા ઘરે આવ્યા હતા ગુલબર્ગાના ફકીરો, ઇસ્લામ કબૂલવા કર્યું હતું દબાણ’: સંગીતકારના મિત્રએ જ કર્યો ઘટસ્ફોટ

    સંગીતકાર અને ગાયક એ.આર. રહેમાન (A R Rahman) દિલીપ કુમાર તરીકે જન્મ્યા હતા. પરંતુ 23 વર્ષની ઉંમરે તેમણે ઇસ્લામ અપનાવ્યો. એ.આર. ગુલબર્ગાના ફકીરોએ રહેમાનનું ઇસ્લામમાં ધર્માંતરણ કરાવ્યું હતું. ઇસ્લામ સ્વીકારવાની આ પ્રક્રિયા રોજા રાખવાથી શરૂ થઈ હતી.

    આ બધા ખુલાસા એ.આર. રહેમાનના મિત્ર અને સિનેમેટોગ્રાફર રાજીવ મેનને કર્યા છે. રાજીવ મેનને કહ્યું કે ગુલબર્ગાના ફકીરો હિન્દીમાં વાત કરતા અને એ.આર. રહેમાન હિન્દી જાણતા નહોતા. આ દરમિયાન રાજીવ ફકીરો અને રહેમાનના પરિવાર વચ્ચે દુભાષિયા તરીકે કામ કરતા હતા.

    રાજીવ મેનને એમ પણ જણાવ્યું કે રહેમાનને ઇસ્લામ સ્વીકારતા પહેલાં તેમના પરિવાર તરફથી ઘણો વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે સંગીતે તેમને આ બધામાં મદદ કરી. તેમણે એમ પણ કહ્યું કે ઇસ્લામ સ્વીકાર્યા પછી, તેઓ સૂફીવાદ તરફ વધ્યા, જેનાથી તેમની સંગીત કલામાં પણ સુધારો થયો.