Tuesday, March 18, 2025
More

    નિકાહના 29 વર્ષ બાદ છૂટાં પડ્યાં એઆર રહેમાન અને પત્ની, પોતે જ પોસ્ટમાં બ્રેકઅપ હૅશટેગ વાપરીને કહ્યું- પ્રાઇવસી જાળવજો

    જાણીતા ગાયક એ. આર રહેમાન અને પત્નીએ છૂટાં થવાની ઘોષણા કરી છે. નિકાહનાં 29 વર્ષ બાદ બંને છૂટાં પડી રહ્યાં છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ બાબતની જાણકારી આપવામાં આવી હતી. 

    પહેલાં સાયરાનાં વકીલે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, “બંનેના સંબંધોમાં એક ભાવનાત્મક તણાવ સર્જાયા બાદ આ નિર્ણય લીધો છે. એકબીજા પ્રત્યે પ્રેમ હોવા છતાં અમુક એવી કઠણાઈઓ અને પરિસ્થિતિ સર્જાઈ, જેનાથી અંતર વધતું ગયું.”

    સાથે એઆર રહેમાને પણ X પર એક પોસ્ટ કરી છે. તેઓ લખે છે કે, “સાથે રહેવાનાં ત્રીસ વર્ષ પૂર્ણ કરીશું એવી આશા હતી, પણ મને લાગે છે કે દરેક બાબતનો એક અંત હોય છે.” આગળ તેમણે મિત્રોને સંબોધીને લખ્યું કે, તમારા પ્રેમ બદલ અને જીવનના એક નાજુક અધ્યાયમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે અમારી પ્રાઈવસીનું સન્માન કરવા બદલ આભાર.”

    જોકે પ્રાઇવસી જાળવવાની વાત કરતા એઆર રહેમાને પોતાની પોસ્ટમાં ‘એઆરસાયરાબ્રેકઅપ’ હૅશટેગ પણ વાપર્યું છે. લોકો કહી રહ્યા છે કે એક તરફ તેઓ પોતે જ સમાચાર વાયરલ થાય એવાં કામ કરે છે ને બીજી તરફ કહે છે કે, લોકોએ પ્રાઇવસીનું સન્માન કરવું જોઈએ.