Tuesday, March 25, 2025
More

    વિવાદ વચ્ચે ‘યુ-ટ્યુબર’ અપૂર્વા મખીજાને રાજસ્થાન ટુરિઝમના IIFA ટ્રેઝર હંટ શૂટમાંથી કરાઈ બહાર

    ‘ધ રિબેલ કિડ’ નામથી જાણીતી બનેલી ‘યુ-ટ્યુબર’ અપૂર્વા મખીજાને રાજસ્થાન ટુરિઝમ દ્વારા IIFAના સહયોગથી આયોજિત ટ્રેજર હંટ શૂટમાંથી બહાર કરી દેવામાં આવી છે. આ કાર્યવાહીનું કારણ હમણાં ચાલી રહેલો વિવાદ છે. તાજેતરમાં જ સમય રૈનાના ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં રણવીર અલાહાબાદિયાએ અભદ્ર ટિપ્પણી કરતા વિવાદ વધ્યો હતો. તે શોમાં અપૂર્વા મખીજા પણ જોડાયેલી હતી.

    એક આધિકારિક નિવેદનમાં રાજસ્થાન ટુરિઝમ વિભાગે પુષ્ટિ કરી છે છે કે, IIFAએ અપૂર્વા મખીજાને પોતાના પ્રમોટર્સની યાદીમાંથી હટાવી દીધી છે. જેથી તે તમામ ઇવેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. તે 20 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં ‘એક્ટર’ અલી ફઝલ સાથે સિટી પેલેસ, અમરાઈ ઘાટ અને પિછોલા ઝીલ પર પ્રમોશનલ શૂટમાં સામેલ થવાની હતી.

    જોકે, વિવાદને ધ્યાને રાખીને તેનું નામ હટાવી દેવામાં આવ્યું છે. જોકે, તેનું કોઈ આધિકારિક કારણ નથી જણાવવામાં આવ્યું, પરંતુ આ ઘટનાને લઈને રાજસ્થાનમાં ચાલી રહેલા વિરોધને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. આ વિવાદ ત્યારે વધ્યો હતો, જ્યારે 13 ફેબ્રુઆરીના રોજ કોટામાં ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.