Sunday, March 23, 2025
More

    અંદર મહાકાળી અને દુર્ગા માતાની મૂર્તિ, બહાર હવન કુંડ: મુઝફ્ફરનગરની મુસ્લિમ વસાહતમાં મળ્યું વધુ એક બંધ મંદિર, પૂજા શરૂ કરવાની માંગ

    ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર (Muzaffarnagar) જિલ્લામાં એક એવું મંદિર મળી આવ્યું છે જે મુસ્લિમ બહુલ વસ્તીમાં 2 વર્ષથી બંધ હતું. આ મંદિરને ખોલાવવા માટે હિંદુ સંગઠનો (Hindu organizations) સાથે જોડાયેલા ઘણા કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા છે. આ મંદિર (Old Closed Temple) લગભગ 40 વર્ષ જૂનું છે, જેની અંદર માતા કાલી અને માતા દુર્ગાની મૂર્તિઓ છે. સંકુલમાં હવન કુંડ પણ છે.

    આ મંદિર ખતૌલી વિસ્તારના ઇસ્લામનગર (Islamnagar) વિસ્તારમાં પાવર હાઉસની પાછળ છે. ખાનગી જમીન પર બનેલું આ મંદિર લગભગ 40 વર્ષ પહેલા મલિક પરિવાર દ્વારા બનાવવામાં આવ્યું હતું. હિંદુ સંગઠનોએ કૂચ શરૂ કરતાની સાથે જ મોટી સંખ્યામાં પોલીસ દળો પણ ત્યાં પહોંચી ગયા હતા. મંદિરનો દરવાજો બંધ જોવા મળ્યો હતો. બજરંગ દળના સભ્યોએ તેને તાત્કાલિક ખોલવાની માંગ કરી.

    પોલીસે જમીન માલિકને બોલાવ્યા. ત્યાં સુધી કોઈને પણ મંદિર સાથે છેડછાડ ન કરવા સૂચના આપવામાં આવી હતી. જમીન માલિકે જણાવ્યું કે 2 વર્ષ પહેલા મૂર્તિ ખંડિત થઈ હતી. આ પછી મૂર્તિને બીજા મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી માટે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવામાં આવી છે.