ગુજરાતમાં 17 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 66 નગરપાલિકાની સામાન્ય, 2 નગરપાલિકાની મધ્યવર્તી, તથા જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ 18 ફેબ્રુઆરી એટલે કે આજે જાહેર થવાનું છે.
રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોમાં સામાન્ય ચૂંટણી, બોટાદ-વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી યોજાઈ હતી. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાઓની ત્રણ બેઠકો, નગરપાલિકાની 21 બેઠકો, જિલ્લા પંચાયતની 9 બેઠકો અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી.
#Panchmahal :
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) February 18, 2025
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી.
હાલોલ અને કાલોલ નગરપાલિકાની મત ગણતરી.
કાલોલની M.M.ગાંધી આર્ટ્સ કોલેજ ખાતે મતગણતરી.#VoteCounting | #ResultDay | #MunicipalElection
Report : @Dashrat16494525 pic.twitter.com/9OvE18zv8P
જેની મતગણતરી મંગળવારની સવારે 9 વાગ્યાથી જ શરૂ થઈ ગઈ છે અને બપોર સુધીમાં પરિણામો સ્પષ્ટ થઈ જશે. નોંધનીય છે કે રાજ્યમાં પ્રથમ વખત 27 ટકા ઓબીસી અનામત સાથે આ ચૂંટણી યોજાઈ છે. 66 નગરપાલિકામાં 61.65 ટકા મતદાન થયું છે. નગરપાલિકાની 1844 બેઠકમાંથી 167 બેઠક બિનહરીફ થતા 66 પાલિકાઓની 1677 બેઠક માટે 4374 ઉમેદવારો માટે મતદાન થયું હતું.
ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે, જોકે વાસ્તવિકતા બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમત મળ્યો હતો.