Thursday, March 6, 2025
More

    ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની કેલિફોર્નિયામાં અટકાયત

    સોમવાર, 18 નવેમ્બરના રોજ, કુખ્યાત ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના (Lawrence Bishnoi) ભાઈ અનમોલ બિશ્નોઈને કેલિફોર્નિયા (California), યુએસએમાં સત્તાવાળાઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો હતો. બિશ્નોઈની અટકાયત તાજેતરમાં કેનેડામાં ભારતીય ગેંગસ્ટર અર્શ દલ્લાની (gangster Arsh Dalla) ધરપકડ બાદ કરવામાં આવી છે.

    સમાચાર અહેવાલો અનુસાર, જાણકારી ધરાવતા એક અધિકારીએ કહ્યું, “અમને અમારા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, ગોલ્ડી બ્રારની સાથે મળીને અમેરિકાથી ગેંગની ગતિવિધિઓ ચલાવતો અનમોલ બિશ્નોઈની ચાર-પાંચ દિવસ પહેલા કેલિફોર્નિયામાં અટકાયત કરવામાં આવી છે. અમે સત્તાવાર ચેનલો દ્વારા વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

    તાજેતરમાં મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યામાં અનમોલ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું. મુંબઈ પોલીસને તેની યુએસમાં હાજરી વિશે જાણ કરવામાં આવ્યા બાદ, તેઓએ તેના પ્રત્યાર્પણ માટે યુએસ સત્તાવાળાઓને વિનંતી મોકલી હતી.