Monday, March 24, 2025
More

    હાથીઓનો બદલો: જે ગામમાં થાય હતા જુંડના 10 સદસ્યોના મોત, ત્યાં મચાવ્યું તાંડવ… 2ને કચડ્યા

    પૂર્વી મધ્ય પ્રદેશના ઉમરિયા (Umaria) જિલ્લામાં શનિવારે સવારે જંગલી હાથીઓના (wild elephants) ટોળાએ ગ્રામજનોને દોડાવી દોડાવીને માર્યા હતા. જેમાં બે લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.

    હાથીઓના નાસભાગની બે અલગ-અલગ ઘટનાઓ હતી, એક બાંધવગઢ ટાઈગર રિઝર્વના (BTR) બફર ઝોનમાં, જ્યારે બીજી BTR (Bandhavgarh Tiger Reserve) સીમાની બહાર નજીકના ગામમાં બની હતી.

    મૃતકોની ઓળખ 62 વર્ષીય રામ રતન યાદવ અને 35 વર્ષીય ભૈરવ કોલ તરીકે થઈ છે. અન્ય એક ગ્રામીણ માલુ સાહુ ડાંગરની કાપણી કરતી વખતે એક ઘટનામાં ઘાયલ થયો હતો.

    બીટીઆરના સાલખાણીયા જંગલોમાં એક નર, નવ માદા અને બે ગર્ભવતી સહિત 10 જંગલી હાથીઓ મૃત હાલતમાં મળી આવ્યાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. હવે ટોળામાં માત્ર ત્રણ હાથીઓ જ બચ્યા છે – એક પુખ્ત અને બે યુવાન હાથી – વન અધિકારીઓને શંકા છે કે આ ઘટનાઓમાં સામેલ હાથીઓ મૃત જૂથના બાકી રહેલા સભ્યો છે.