Sunday, June 22, 2025
More

    પશ્ચિમ બંગાળની દ્વારકેશ્વર નદીમાંથી મળી આવી ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિ: મંદિરમાં સ્થાપિત કરીને શરૂ કરાઈ પૂજા-અર્ચના

    પશ્ચિમ બંગાળના (Wesr Bengal) બાંકુરામાંથી વહેતી દ્વારકેશ્વર નદીમાંથી રેતી કાઢતી વખતે શનિવારે (7 જૂન) ભગવાન વિષ્ણુની એક પ્રાચીન મૂર્તિ (Bhagwan Vishnu Idol) મળી આવી હતી. પથ્થરમાં કોતરેલી આ મૂર્તિ 11મી સદીની હોવાનું માનવામાં આવે છે.

    અહેવાલો અનુસાર, સ્થાનિક હિંદુઓએ 12 ભુજાઓવાળા ભગવાન વિષ્ણુની મૂર્તિ લીધી અને તેને એક મંદિરની અંદર સ્થાપિત કરી દીધી છે. આ મૂર્તિ 3 ફૂટ 9 ઇંચ ઊંચી અને 2 ફૂટ પહોળી છે.

    આ ઘટના વિશે વાત કરતા પુરાતત્વવિદ્ સુકુમાર બેનર્જીએ ટિપ્પણી કરી છે કે, “આ મૂર્તિ બધી રીતે અસાધારણ છે. કારણ કે તે કોઈપણ નુકસાન વિના પુનઃપ્રાપ્ત કરવામાં આવી હતી, તેથી મૂર્તિ એક ઐતિહાસિક કલાકૃતિ તરીકે મૂલ્યવાન છે.”