Sunday, March 23, 2025
More

    અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના 2 બાંગ્લાદેશી વિદ્યાર્થીઓએ કરી ભારત અને મહિલાઓ વિરોધી ટિપ્પણીઓ: ફરિયાદ બાદ હાંકી કઢાયા

    અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ (AMU) સોશિયલ મીડિયા પર ભારત વિરોધી ટિપ્પણી (anti-India remarks) અને મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ બે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ (Bangladeshi students) પર પ્રતિબંધ મૂક્યો છે. રિપોર્ટ અનુસાર આરોપી બાંગ્લાદેશીઓની ઓળખ મહમૂદ હસન અને સમીઉલ ઈસ્લામ તરીકે થઈ છે.

    તે જ સમયે, AMUએ મોહમ્મદ આરિફ-ઉર-રહેમાન નામના ત્રીજા વિદ્યાર્થીને ચેતવણી પત્ર જાહેર કર્યો છે. ત્રણેયએ ઇસ્કોનને (ISKCON) ‘ઉગ્રવાદી સંગઠન’ (extremist organisation) ગણાવ્યું હતું અને ઘણી ભારત વિરોધી અને હિંદુ વિરોધી ટિપ્પણીઓ કરી હતી.

    મહમૂદ હસન પહેલાથી જ AMUમાંથી સ્નાતક થયો છે, જ્યારે ઇસ્લામે એલએલબી પ્રોગ્રામમાં પ્રવેશ લીધો છે. બંને વિદ્યાર્થીઓ હાલ બાંગ્લાદેશમાં છે. મોહમ્મદ આરીફ-ઉર-રહેમાન યુનિવર્સિટીમાંથી બીએ (અર્થશાસ્ત્ર) કરી રહ્યો છે.

    AMUના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આ બે વિદ્યાર્થીઓ (મહમૂદ હસન અને સમીઉલ ઇસ્લામ) AMUમાં પ્રવેશ મેળવી શકશે નહીં… તેઓ (મોહમ્મદ આરિફ-ઉર-રહેમાન) તેમનો અભ્યાસક્રમ પૂરો કર્યા પછી વધુ અભ્યાસ માટે યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.”