Thursday, April 3, 2025
More

    ‘બંગાળમાં આવીને છાતી ઠોકીને કહીશ કે તમારાથી વધારે સીટ આવશે’: TMC સાંસદ કલ્યાણ બેનર્જીને ગૃહમંત્રી અમિત શાહનો કડક જવાબ

    2 એપ્રિલે લોકસભામાં વક્ફ બિલ પસાર (Waqf Amendment Bill) થયું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ભાષણ આપ્યું હતું. તેમણે ભાષણમાં કોંગ્રેસ સહિત વિવિધ પક્ષો પર પ્રહાર કર્યા હતા. જેમાંથી મમતા બેનર્જીની (Mamta Banerjee) પાર્ટી તૃણમુલ કોંગ્રેસ (TMC) પણ બાકાત નથી.

    અમિત શાહ ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન TMC સાંસદો વચ્ચે બોલી રહ્યા હતા. નોંધનીય છે કે TMC વક્ફ બિલનો વિરોધ કરી રહી છે. ગૃહમંત્રીના ભાષણ દરમિયાન TMC સાંસદ કલ્યાણ બેનર્જી વચ્ચે બોલી રહ્યા હતા.

    દરમિયાન તેમણે પ્રશ્ન કર્યો કે, “તમે એવું કેમ નથી કહેતા કે તમે બંગાળમાં ટીએમસી કરતાં વધુ બેઠકો જીતશો?” ત્યારે આ પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, “બંગાળમાં આવીને કહીશ અને આ રાજનીતિના હિસાબનો અખાડો નથી, છાતી ઠોકીને કહીશ કે TMCથી વધારે સીટ આવશે.”

    નોંધનીય છે કે ભાજપ IT સેલના ઇન્ચાર્જ અમિત માલવિયાએ આ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, “TMC સાંસદ કલ્યાણ બેનર્જીને પોતાની જાતને મૂર્ખ બનાવવાનો શોખ છે.”