Monday, January 27, 2025
More

    ગૃહમંત્રી અમિત શાહે મહાકુંભમાં કર્યું સંગમ સ્નાન: CM યોગી અને જૂના અખાડાના સન્યાસીઓ પણ રહ્યા સાથે

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રયાગરાજ મહાકુંભ પહોંચીને સંગમમાં સ્નાન કર્યું છે. તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યોગગુરુ બાબા રામદેવ સાથે સંગમમાં ડૂબકી લગાવી છે. તેમની સાથે જૂના અખાડાના મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરી અને યોગગુરુ બાબા રામદેવ પણ હતા. આ ઉપરાંત તેઓ જૂના અખાડામાં સંતો અને સન્યાસીઓ સાથે ભોજન કરવાના છે.

    અમિત શાહ લગભગ 5 કલાક સુધી મહાકુંભમાં રહેશે. મહાકુંભ પહોંચતા પહેલાં તેમણે કહ્યું હતું કે, તેઓ સંગમમાં સ્નાન કરવા માટે ખૂબ આતુર છે. શાહની મુલાકાતને ધ્યાને રાખીને વિશેષ વ્યવસ્થા અને સુરક્ષા પણ જોવામાં આવી છે.

    અહીં એ પણ નોંધવા જેવું છે કે, મહાકુંભમાં અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે. આ પહેલાં મુખ્યમંત્રી યોગી અને તેમની આખી કેબિનેટ પણ સંગમમાં સ્નાન કરવા માટે પહોંચી હતી.