Monday, March 17, 2025
More

    ‘PM મોદીએ કહ્યું છે કે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલ જેપીસીને મોકલવું જોઈએ’: લોકસભામાં અમિત શાહ

    કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે મંગળવારે બંધારણ (129મો સુધારો) ખરડો, 2024 (The Constitution (129th Amendment) Bill) રજૂ કર્યો, જેને ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ (One Nation, One Election) બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને સ્પીકરને વિનંતી કરીને તેને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલવામાં આવે.

    ધ વન નેશન, વન ઇલેક્શન અથવા ONOE બિલ તરીકે જાણીતા આ ચૂંટણી બિલને ગત ગુરુવારે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

    ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “જ્યારે કેબિનેટ દ્વારા વન નેશન વન ઇલેક્શન બિલ પસાર કરવામાં આવી રહ્યું હતું, ત્યારે પીએમએ પોતે કહ્યું હતું કે બિલોને વ્યાપક પરામર્શ માટે જેપીસીને મોકલવા જોઈએ.”

    લોકસભાના સ્પીકર ઓમ બિરલા હવે બિલનો વધુ અભ્યાસ કરવા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચના કરશે.