Saturday, November 2, 2024
More

    ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુરમાં નવનિર્મિત ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું કર્યું લોકાર્પણ, મારુતિ યજ્ઞમાં પણ થશે સહભાગી

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હાલ ગુજરાતના પ્રવાસ પર છે. દરમિયાન તેમણે બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ સાળંગપુર (Salangpur) કષ્ટભંજન હનુમાનજી મંદિરના પ્રાંગણમાં 1100 રૂમના ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું (Gopalanand Swami Yatrik Bhawan) લોકાર્પણ કર્યું છે. કહેવાય રહ્યું છે કે, આ યાત્રિક ભવન આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલુ 7 સ્ટાર હોટેલને ટક્કર આપે તેવું યાત્રિક ભવન છે. ગૃહમંત્રી અમિત શાહની સાથે ભાજપના ઘણા નેતાઓ પણ ઉપસ્થિત હતા.

    આ ઉપરાંત કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના ઘણા નેતાઓ હનુમાનજીના યજ્ઞમાં પણ સહભાગી થવા જઈ રહ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં હિંદુ શ્રદ્ધાળુઓ પણ યજ્ઞમાં સહભાગી થવાના છે.

    નોંધવા જેવું છે કે, સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં ₹200 કરોડથી વધુના ખર્ચે સોલર સંચાલિત 1100 રૂમ સાથે ગુજરાતનું સૌથી વધુ રૂમવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થયું છે. તેની ડિઝાઇન હનુમાનજીના ખોળા જેવી કરવામાં આવી છે.