આજથી 50 વર્ષ પહેલા 25 જૂન 1975ના એ ગોઝારી ઘટના બની હતી, જેમાં દેશે ઈમરજન્સીનો (Emergency) કપરો કાળ જોયો હતો. કોંગ્રેસ (Congress) નેતા અને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ (Indira Gandhi) સમગ્ર દેશમાં ઈમરજન્સી જાહેર કરી લોકશાહીની હત્યા કરી હતી. વર્ષ 1975થી 1977 દરમિયાન 21 મહિના સુધી દેશે સરમુખત્યારશાહીનો સામનો કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી આજના દિવસને સમગ્ર દેશમાં ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવી રહી છે. ત્યારે આજે (25 જૂન) દિલ્લીમાં સંસ્કૃતિ મંત્રાલય અને દિલ્હી સરકાર દ્વારા સંયુક્ત રીતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ‘લોકતંત્ર અમર રહે યાત્રા’ને લીલી ઝંડી આપશે.
‘आपातकाल’ कांग्रेस की सत्ता की भूख का ‘अन्यायकाल’ था। 25 जून 1975 को लगे आपातकाल में देशवासियों ने जो पीड़ा और यातना सही, उसे नई पीढ़ी जान सके, इसी उद्देश्य से मोदी सरकार ने इस दिन को ‘संविधान हत्या दिवस’ का नाम दिया। यह दिवस बताता है कि जब सत्ता तानाशाही बन जाती है, तो जनता उसे… pic.twitter.com/UdGRzNCcgw
— Amit Shah (@AmitShah) June 25, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે X પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, “‘કટોકટી’ એ કોંગ્રેસની સત્તા ભૂખનો ‘અન્યાયી સમય’ હતો. 25 જૂન 1975ના રોજ લાદવામાં આવેલી ઈમરજન્સી દરમિયાન દેશવાસીઓ જે પીડા અને ત્રાસનો સામનો કર્યો. તેને નવી પેઢી જાણી શકે એ હેતુથી, મોદી સરકારે આ દિવસને ‘સંવિધાન હત્યા દિવસ’ નામ આપ્યું છે. આ દિવસ જણાવે છે કે જ્યારે સત્તા સરમુખત્યારશાહીમાં ફેરવાઈ જાય છે, ત્યારે લોકો તેને ઉથલાવી પાડવાની શક્તિ ધરાવે છે.”
વધુમાં તેમણે કહ્યું કે, “કટોકટીએ રાષ્ટ્રીય જરૂરિયાત નહોતી, પરંતુ કોંગ્રેસ અને એક વ્યક્તિની લોકશાહી વિરોધી માનસિકતાનું પ્રતિબિંબ હતી. પ્રેસની સ્વતંત્રતા કચડી નાખવામાં આવી હતી. ન્યાયતંત્રના હાથ બાંધી દેવામાં આવ્યા હતા, અને સામાજિક કાર્યકરોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. દેશવાસીઓએ ‘સિંહાસન ખાલી કરો’ ના નારા સાથે સરમુખત્યારશાહી કોંગ્રેસને સત્તામાંથી ઉથલાવી દીધી. આ સંઘર્ષમાં પોતાના જીવનું બલિદાન આપનારા તમામ વીરોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી.”