દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં (Ahmedabad) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની (Uttarayan) ઉજવણી કરી છે. તેમણે મેમનગરનાં શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં હાજર રહ્યા હતા. કાર્યકર્તાઓ સાથે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેમજ અમિત શાહ પ્રોટોકોલ તોડીને લોકોને મળવા પણ પહોંચ્યા હતા.
મંગળવારે (14 જાન્યુઆરી) મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન અમિત શાહ ગુજરાતના પ્રવાસ પર છે. તેઓ ત્રણ દિવસ સુધી ગુજરાતમાં રહેશે અને વિવિધ કાર્યક્રમોમાં પણ સહભાગી થશે. દરમિયાન તેમણે અમદાવાદમાં મેમનગર વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરી છે. આ સાથે સાંજે તેઓ રાયપુરમાં ભજીયા ખાવા માટે પણ પહોંચશે.
સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ સાથે ગૃહમંત્રી અમિત શાહે મુલાકાત પણ કરી હતી. આ ઉપરાંત સ્થાનિક લોકો સાથે તેમણે પતંગ પણ ચગાવ્યાં હતા. આ ઉપરાંત ત્રણ દિવસ સુધી તેઓ અનેક કાર્યક્રમોમાં સહભાગી પણ થવાના છે.